વાહનચાલકો થયા પરેશાન:આમોદથી કરજણ માર્ગ પર અકસ્માત બાદ 3 કિમી સુધી ટ્રાફિકજામથી ચાલકોને હાલાકી

Gujarat4/5/2026, 12:00:00 AM
વાહનચાલકો થયા પરેશાન:આમોદથી કરજણ માર્ગ પર અકસ્માત બાદ 3 કિમી સુધી ટ્રાફિકજામથી ચાલકોને હાલાકી
આમોદ-કરજણ માર્ગ પર ચકલાદ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક, આઈશર ટેમ્પો અને ઇનોવા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ માર્ગ પર 3 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. અકસ્માતમાં વાહનોના આગળના ભાગો ક્ષતિગ્રસ્ત થયા હતા. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કેટલીક વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આશરે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના પરિણામે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ટ્રાફિક નિયંત્રણમાં લેવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રાફિકજામમાં અનેક વાહન ચાલકો અટવાઇ ગયાં હતાં.
Read Original Article →