દહેજ સાઇડિંગથી પ્રથમ વખત ખાતર રેક રવાના:926 કિલોમીટરનું અંતર કાપી લાતુર પહોંચશે; પશ્ચિમ રેલવેને રૂ. 20.54 લાખની આવક થશે

Gujarat6/9/2026, 12:47:54 PM
દહેજ સાઇડિંગથી પ્રથમ વખત ખાતર રેક રવાના:926 કિલોમીટરનું અંતર કાપી લાતુર પહોંચશે; પશ્ચિમ રેલવેને રૂ. 20.54 લાખની આવક થશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે માલ પરિવહન ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. દહેજ અદાણી પોર્ટ સાઇડિંગથી પ્રથમ વખત ખાતર ભરેલી મિની BCN રેક લાતૂર માટે સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ રેકથી રેલવેને અંદાજે રૂ. 20.54 લાખની આવક થશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર, 4 જૂન, 2026ના રોજ 21 વેગન ધરાવતી આ મિની BCN રેક દહેજથી લાતૂર માટે મોકલવામાં આવી હતી. આ રેક આશરે 926 કિલોમીટરનું અંતર કાપશે. ઉલ્લેખનીય છે કે દહેજ અદાણી પોર્ટ સાઇડિંગ અત્યાર સુધી મુખ્યત્વે કોલસાના લોડિંગ માટે ઉપયોગમાં લેવાતી હતી. મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેના માર્ગદર્શન હેઠળ, સાઇડિંગની ક્ષમતાનો વધુ અસરકારક ઉપયોગ કરવા માટે નવા માલ પરિવહનને પ્રોત્સાહન અપાયું, જેના પરિણામે પ્રથમ વખત ખાતરનું લોડિંગ શક્ય બન્યું. રેલવે તંત્રના જણાવ્યા મુજબ, આયાતી ખાતરની આ ખેપ કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને સમયસર પૂરી કરવામાં મદદરૂપ થશે. આ સફળતા દહેજ સાઇડિંગ માટે નવા વેપારિક અવસરોના દ્વાર પણ ખોલશે.
Read Original Article →