ભરૂચમાં યોજાયેલી બ્રહ્મ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ:ભરૂચમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજવામાં આવેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલ ઇલેવન વિજેતા બની
ભરૂચના ભૂદેવોમાં એકતા અને સંગઠિતતાના કૌશલ્યોને બળવત્તર બનાવવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલમાં મહાકાલ ઇલેવનનો વિજય થયો હતો. ભરૂચ શહેરમાં ભૂદેવ સમાજના ઉત્સાહી યુવાનો તરફથી રવિવારે એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજની કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં રમાયેલી વિવિધ રોમાંચક મેચોના અંતે રુદ્રાંશ ઇલેવન અને મહાકાલ ઇલેવન વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાયો હતો. જેમાં અંતે મહાકાલ ઇલેવને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ભૂદેવ સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમાજના યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રુચિ વધે અને સંગઠન મજબૂત બને તે હેતુથી યોજાયેલી આ ટુર્નામેન્ટ ભારે સફળ રહી હતી. પાલિકાના નગરસેવક ચિરાગ ભટ્ટ સહિતના મહેમાનોની હાજરીમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.
Read Original Article →