કામગીરીમાં બેદરકારી:કસક ગરનાળા પાસે બ્લોક નાખ્યા પણ યોગ્ય પુરાણ નહીં કરાતા ખાડો પડવાનું શરૂ
ભરૂચના વ્યસ્ત ગણાતા કસક ગરનાળા પાસે તંત્ર દ્વારા તાજેતરમાં જ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી. પરિણામે, ટૂંકા સમયમાં જ રોડ પર મોટો ખાડો પડવાનું શરૂ થઈ ગયું છે. કસક વિસ્તારમાંથી રોજ હજારો નાના-મોટા વાહનો અને ઓટો રિક્ષાઓ પસાર થાય છે, જેના કારણે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. રાત્રિના સમયે અકસ્માત થવાનો મોટો ભય રહે છે. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા વહેલી તકે આ ખાડાનું યોગ્ય પુરાણ કરી રસ્તો સમથળ કરવાની માંગ કરી છે.
Read Original Article →