ભરૂચમાં ગૌસેવા અર્થે ભવ્ય લોકડાયરો યોજાયો:દેવાયત ખવડ, સાગરદાન ગઢવીના સૂર પર લોકો ઝૂમ્યા, મોટી જનમેદની ઉમટી

Gujarat4/5/2026, 6:14:55 AM
ભરૂચમાં ગૌસેવા અર્થે ભવ્ય લોકડાયરો યોજાયો:દેવાયત ખવડ, સાગરદાન ગઢવીના સૂર પર લોકો ઝૂમ્યા, મોટી જનમેદની ઉમટી
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા એમ.કે. કોલેજ સામેના આત્મીય સંસ્કાર ધામના ગ્રાઉન્ડ ખાતે ગતરોજ રાત્રિના સમયે ગૌસેવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મેઘલ ગ્રુપના સૌજન્યથી યોજાયો હતો. ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને લોકગાયક સાગરદાન ગઢવીએ આ કાર્યક્રમમાં પોતાની કલાત્મક રજૂઆતથી ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધો હતો. લોકસંગીત અને ડાયરાના રંગે રંગાયેલા વાતાવરણમાં લોકો ઉત્સાહભેર ઝૂમી ઊઠ્યા હતા. આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રાજકીય આગેવાન રણદીપસિંહ રીબડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સામાજિક હેતુ સાથે જોડાયેલા આ આયોજનને સર્વત્ર પ્રશંસા મળી રહી છે. લોકોએ બંને ગાયકો ઉપર રૂપિયાની નોટની વર્ષા પણ કરી હતી, જેનાથી લોકોનો ઉત્સાહ વધુ વધ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર, માર્મિક પટેલ, જિતેન્દ્ર પરમાર, દિનેશ આહિર, કિરપાલ વાઘેલા, નરેશ ઠક્કર, કરજીત પટેલ, કૃણાલસિંહ ડાયમા અને કૌશિક સોલંકી સહિતના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Read Original Article →