ભરૂચના ભોલાવમાં યુવકનું કરંટ લાગતા મોત:ઝાડ પર ચડતા વીજ તાર અડ્યો, CCTV ફૂટેજ સામે આવ્યા
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં એક યુવક ઝાડ પર ચડતી વખતે વીજ તારની ઝપેટમાં આવ્યો હતો. નજીકમાંથી પસાર થતી વીજ લાઇનનો તાર અડી જતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાના કારણે યુવક ઝાડ પરથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.
Read Original Article →