ભરૂચ તા.પંચાયત, ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર કર્યા:અમલેશ્વરના હેમાક્ષી પટેલ પ્રમુખ, ભાડભૂતના લક્ષ્મી ટંડેલ ઉપપ્રમુખ બનશે
ભરૂચ જિલ્લાની નવ તાલુકા પંચાયતોની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે ભરૂચ તાલુકા પંચાયત માટે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ દ્વારા અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાક્ષીબેન ગૌરાંગભાઈ પટેલને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે મેન્ડેટ અપાયું છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાડભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલના નામ પર મહોર મારવામાં આવી છે. બંને ઉમેદવારોએ આજે દાવેદારી નોંધાવી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ ઉપરાંત, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ અને દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના આ ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સત્તાવાર રીતે ચૂંટાય તેવી શક્યતા છે.
Read Original Article →