ભરૂચમાં ₹23 કરોડના રોડની કામગીરી અધૂરી:ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી ચાર માર્ગીય રોડના કામ મુદ્દે સ્થાનિકોમાં રોષ, અકસ્માતનો ભય

Gujarat4/7/2026, 10:17:19 AM
ભરૂચમાં ₹23 કરોડના રોડની કામગીરી અધૂરી:ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી ચાર માર્ગીય રોડના કામ મુદ્દે સ્થાનિકોમાં રોષ, અકસ્માતનો ભય
ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી ₹23 કરોડના ખર્ચે બનેલા ચાર માર્ગીય રોડની કામગીરી અધૂરી છે. એક વર્ષ વીતી ગયા છતાં જરૂરી સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ્સ ન હોવાથી રાત્રિના સમયે અંધારું છવાયેલું રહે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે. ઉપરાંત, સ્પીડ બ્રેકરના અભાવે પૂરઝડપે દોડતા ખનીજ માફિયાઓના ડમ્પરો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. માર્ગ પર આવેલા ત્રણ મુખ્ય નાળાઓને યોગ્ય રીતે પહોળા કરવામાં આવ્યા નથી અને ત્યાં કોઈ બેરીકેટ્સ પણ મુકવામાં આવ્યા નથી. આને કારણે અનેક વાહનચાલકો ખાડામાં પટકાઈ રહ્યા હોવાના બનાવો નોંધાયા છે. સ્થાનિકોના મતે, આ માર્ગ નવા ભરૂચના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમ છતાં, તંત્ર દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને વહેલી તકે રોડની બાકી કામગીરી પૂર્ણ કરવા, સ્ટ્રીટ લાઇટ, સ્પીડ બ્રેકર અને નાળાઓ પર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતોને અટકાવી શકાય.
Read Original Article →