ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન:SP અક્ષયરાજ મકવાણાની હાજરીમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરાઈ
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનના વહીવટી કામકાજ, ક્રાઇમ રજીસ્ટર, દસ્તાવેજી કામગીરી અને સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કર્મચારીઓએ તેમની સેવાકીય સમસ્યાઓ, સુવિધાઓ અને કામગીરી સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે કર્મચારીઓના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી સૂચનો આપ્યા હતા અને ત્વરિત નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા. SP દ્વારા પોલીસ સ્ટાફને શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા સાથે ફરજ બજાવવા માર્ગદર્શન અપાયું હતું. તેમણે લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અસરકારક કામગીરી કરવાની સૂચના પણ આપી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનની સ્વચ્છતા, રેકોર્ડ મેનેજમેન્ટ અને કેસોની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Read Original Article →