ભરૂચના નંદેલાવમાં ગેસ કટર સિલિન્ડરમાં આગ:ફાયરની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

Gujarat5/27/2026, 5:15:36 AM
ભરૂચના નંદેલાવમાં ગેસ કટર સિલિન્ડરમાં આગ:ફાયરની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રોડ સાઈડ પર રાખેલા ગેસ કટર સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ દેખાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ઝડપથી કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ રહ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →