ભરૂચ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો:દેવેન્દ્રસિંહ વસાવા અને રચિતા મોદીએ વિધિવત ચાર્જ ગ્રહણ કર્યો
ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ રચિતા મોદીએ આજે વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલિકાના સભ્યો, સમર્થકો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પોતાની ચેમ્બરમાં પત્ની, પુત્રી અને પરિવારજનો સાથે ભગવાનની પૂજા-અર્ચના કરી પ્રમુખ પદનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ તેમણે પાલિકાના વહીવટી કામકાજ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
આ જ રીતે, ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના બાદ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભકામનાઓનો માહોલ જોવા મળ્યો હતો.
Read Original Article →