ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદ સપાટી પર:નગરપાલિકા વોર્ડ નંબર 2માં બે ઉમેદવારો વચ્ચે વિવાદ વકર્યો, મેન્ડેટ ફાળવણી મુદ્દે રાજકીય ગરમાવો

Gujarat4/13/2026, 9:11:13 AM
ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદ સપાટી પર:નગરપાલિકા વોર્ડ નંબર 2માં બે ઉમેદવારો વચ્ચે વિવાદ વકર્યો, મેન્ડેટ ફાળવણી મુદ્દે રાજકીય ગરમાવો
ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2માં પક્ષ દ્વારા બે અલગ-અલગ ઉમેદવારોને અધિકૃત મેન્ડેટ ફાળવવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. કુતુબુદ્દીન પટેલ અને સમશાદઅલી સૈયદ એમ બંનેએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પક્ષના કાર્યકરો અને મતદારોમાં ભારે ગૂંચવણ ઊભી થઈ છે. પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી પ્રદેશ કક્ષાએથી બંને ઉમેદવારોના સમર્થનમાં સત્તાવાર પત્રો જારી થતા સ્થાનિક સંગઠનમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. કુતુબુદ્દીન પટેલે આ ગંભીર મુદ્દે પ્રદેશ નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે, હાઈકમાન્ડ દ્વારા સમાજને અંદરોઅંદર વહેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પક્ષના આ અસ્પષ્ટ વલણને કારણે પાયાના કાર્યકરોમાં પણ અસંતોષની લાગણી જન્મી છે. સામૂહિક રાજીનામાની ચીમકી આ વિવાદની અસર માત્ર નગરપાલિકા પૂરતી મર્યાદિત નથી રહી. રોષે ભરાયેલા કાર્યકરોએ પક્ષને ચીમકી આપી છે કે જો વોર્ડ નંબર 2 ના મેન્ડેટ અંગેનો વિવાદ તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે, તો તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકે છે. નિર્ણયની રાહ હાલમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલો બપોરે 3:00 વાગ્યા સુધી પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. આ મુદ્દે બીજા ઉમેદવાર સમશાદઅલી સૈયદનો સંપર્ક સાધતા તેમણે અત્યારે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ બપોરે 3:00 વાગ્યા બાદ જ પોતાનો પક્ષ રજૂ કરશે. બપોરે 3:00 વાગ્યા પછી જ ખબર પડશે કે કોનું ફોર્મ માન્ય રહે છે અને કોંગ્રેસ આ આંતરિક સંકટમાંથી કઈ રીતે બહાર આવે છે.
Read Original Article →