મકતમપુરમાં યુવાન પર ચપ્પુથી હુમલો:દરગાહ ફળિયામાં ઘટના, CCTVમાં હુમલાખોરો કેદ

Gujarat5/12/2026, 8:57:55 AM
મકતમપુરમાં યુવાન પર ચપ્પુથી હુમલો:દરગાહ ફળિયામાં ઘટના, CCTVમાં હુમલાખોરો કેદ
ભરૂચના મકતમપુર ગામના દરગાહ ફળિયામાં રાત્રિના સમયે સ્થાનિક યુવાન મોસીન શેખ પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મોસીન શેખને ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો હુમલો કરતા જોવા મળે છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઈજાગ્રસ્ત મોસીન શેખે આ મામલે ભરૂચ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
Read Original Article →