મહેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ સાથે ટિકિટોની 'સોદાબાજી'નો આક્ષેપ કર્યો

Gujarat5/27/2026, 5:36:07 PM
મહેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ સાથે ટિકિટોની 'સોદાબાજી'નો આક્ષેપ કર્યો
ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે તાલુકા અને જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેને કારણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. મહેશ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ હતો અને ટિકિટોની ફાળવણી 'સોદાબાજી'ના આધારે કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી નિરાશ થઈને તેમણે કોંગ્રેસ સાથેનો સંબંધ તોડી નાખ્યો હોવાનું જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા આદિવાસી વિસ્તારોમાં પક્ષને મજબૂતી મળશે તેવી અપેક્ષા હતી. જોકે, ટૂંકા સમયમાં જ તેમના રાજીનામાથી કોંગ્રેસને જિલ્લામાં રાજકીય ફટકો પડ્યો હોવાનું મનાય છે. મહેશ વસાવાના આ નિર્ણય બાદ તેઓ આગામી સમયમાં કયા રાજકીય પક્ષ સાથે જોડાશે અથવા નવી રણનીતિ અપનાવશે તે અંગે રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે, મહેશ વસાવાનો રાજકીય પ્રવાસ ઉતાર-ચઢાવભર્યો રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ પિતા છોટુભાઈ વસાવાથી અલગ થઈ ભાજપમાં જોડાયા હતા. જોકે, ત્યાં અણબનાવ થતાં ટૂંકા સમયમાં રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. હવે કોંગ્રેસમાં પણ ટિકિટોની કથિત સોદાબાજી અને સ્થાનિક જૂથબંધીથી નારાજ થઈને તેમણે ફરી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
Read Original Article →