ભરૂચના જુના તવરા ગામે દીપડો CCTVમાં કેદ:ફાર્મની દિવાલ કૂદતો વીડિયો વાઈરલ, લોકોમાં ભય
ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં દીપડાની હલચલ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગતરોજ સાંજે જુના તવરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દીપડો ફાર્મની દિવાલ કૂદતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં દીપડો નિર્ભયપણે ખેતર વિસ્તારમાં ફરતો સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટનાને પગલે ગામલોકો અને ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે, જેનાથી માનવીય સુરક્ષા અંગે ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવા અને દીપડાને પકડવા માટે પીંજરા ગોઠવવાની માંગ કરી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
Read Original Article →