ભરૂચના કસકમાં વીજ ધાંધિયા સામે સ્થાનિકોનો DGVCL પર હલ્લાબોલ:એક મહિનાથી રોજ 15થી 20 વખત વીજળી ગુલ થવાની ફરિયાદ, સપ્લાયમાં વધઘટથી ઘરગથ્થુ વીજ ઉપકરણોને જોખમ

Gujarat5/27/2026, 12:04:46 PM
ભરૂચના કસકમાં વીજ ધાંધિયા સામે સ્થાનિકોનો DGVCL પર હલ્લાબોલ:એક મહિનાથી રોજ 15થી 20 વખત વીજળી ગુલ થવાની ફરિયાદ, સપ્લાયમાં વધઘટથી ઘરગથ્થુ વીજ ઉપકરણોને જોખમ
ભરૂચના કસક વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો રોષે ભરાયા છે. આજે તેમણે મકતમપુર સ્થિત DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને અધિકારીઓને રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી તેમના વિસ્તારમાં દિવસ દરમિયાન 15થી 20 વખત વીજળી ગુલ થાય છે. આ ઉપરાંત, લો-વોલ્ટેજ અને હાઈ-વોલ્ટેજની સમસ્યા પણ સતત જોવા મળી રહી છે. વીજ પૂરવઠાની આ અસ્થિરતાને કારણે ઘરોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ DGVCL અને કસ્ટમર કેરમાં અનેક વખત ફોન દ્વારા તેમજ લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. અરજદારોના કહેવા મુજબ, વિસ્તારમાં ક્યારેક 200 વોલ્ટ તો ક્યારેક 280 વોલ્ટ સુધીનો અસ્થિર કરંટ મળે છે, જે ઘરગથ્થુ ઉપકરણો માટે જોખમી છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવી નિયમિત અને સ્થિર વીજ પૂરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી છે.
Read Original Article →