ભરૂચમાં જ્યોતિરાવ ફૂલેની જયંતી ઉજવાઈ:સમાજ સુધારક કાર્યો અને વિચારોને યાદ કરાયા

Gujarat4/11/2026, 6:20:40 AM
ભરૂચમાં જ્યોતિરાવ ફૂલેની જયંતી ઉજવાઈ:સમાજ સુધારક કાર્યો અને વિચારોને યાદ કરાયા
ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બામસેફ-ઇન્સાફ-BMG સંગઠન દ્વારા કરાયું હતું. જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચ પ્રમુખ મનિષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર અને ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં તેમના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન અને સમાનતાના સંદેશને વિશેષ રૂપે ઉજાગર કરાયો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ફૂલેના વિચારોને વર્તમાન સમયમાં અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સમાજમાં સમાનતા અને શિક્ષણના પ્રસાર માટે સૌને આગળ આવવા અપીલ પણ કરાઈ હતી.
Read Original Article →