ભરૂચના નનુંમિયામાં ભારે પવનથી કાચું મકાન ધરાશાયી:પરિવારનું આશ્રયસ્થાન ખંડેરમાં ફેરવાયું, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Gujarat6/2/2026, 12:57:21 PM
ભરૂચના નનુંમિયામાં ભારે પવનથી કાચું મકાન ધરાશાયી:પરિવારનું આશ્રયસ્થાન ખંડેરમાં ફેરવાયું, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ભરૂચ શહેરમાં ગતરોજ ભારે પવન અને વરસાદના કારણે નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું. ભરત ધનજી વસાવાનું મકાન તૂટી પડ્યું હતું. જેથી તેઓ ઘરવિહોણા થયા છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે પવન અને વરસાદના કારણે મકાનની દીવાલો અને છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હોવા છતાં કોઈને ઈજા થઈ ન હતી. જોકે, મકાનને ભારે નુકસાન થયું હતું, જેના કારણે પરિવારનું આશ્રયસ્થાન ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક કાર્યકરોએ પાલિકાના ચૂંટાયેલા સભ્ય ઝુબેર પટેલને જાણ કરી હતી. ઝુબેર પટેલ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગેવાનોએ પરિવારને શક્ય સહાય અને સરકારી રાહત મળે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. આગેવાનોએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ મામલતદાર સમક્ષ અસરગ્રસ્ત પરિવારને આર્થિક સહાય અને તાત્કાલિક રાહત આપવા માટે રજૂઆત કરી હતી.
Read Original Article →