ભરૂચ વોર્ડ-2માં સમસાદ સૈયદ અને કોઠીવાલાની ઉમેદવારી માન્ય:કોંગ્રેસના ડબલ મેન્ડેટ વિવાદ પર ચૂંટણી તંત્રનો નિર્ણય
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ડબલ મેન્ડેટ વિવાદ પર ચૂંટણી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી માન્ય રાખી છે. કોંગ્રેસ દ્વારા બે અલગ-અલગ સ્તરે મેન્ડેટ આપવામાં આવતા કુતબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ વચ્ચે ગૂંચવણ સર્જાઈ હતી. આ મુદ્દે શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં છેલ્લા બે દિવસથી ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આજે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. આ સાથે કોંગ્રેસના ડબલ મેન્ડેટ કાંડને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. આ નિર્ણય બાદ વોર્ડ નંબર 2માં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે. આથી ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →