ભરૂચમાં મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર બેઠક:કલેક્ટરે રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, સૂચનો મેળવ્યા

Gujarat4/8/2026, 10:18:43 AM
ભરૂચમાં મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર બેઠક:કલેક્ટરે રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, સૂચનો મેળવ્યા
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી અંગે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટર અને મામલતદારો દ્વારા તૈયાર કરાયેલી મતદાન મથકોની ડ્રાફ્ટ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ 30 માર્ચ, 2026ના રોજ થઈ હતી. આ યાદીને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના સૂચનો અને રજૂઆતો મેળવવા માટે આ પરામર્શ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન, જિલ્લા/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાન મથકોની યાદી પર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે મતદારોની સુવિધા, સરળ પહોંચ અને પારદર્શક તથા નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા માટે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે તમામ સૂચનો ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે મતદાન મથકોની યાદીને વધુ સુવ્યવસ્થિત બનાવી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →