ભરૂચ ચિલ્ડ્રન હોમ ખાતે વૃક્ષારોપણ કરાયું:DLSA, CWC અને વન વિભાગનું વિશ્વ પર્યાવરણ દિવસે સંયુક્ત આયોજન

Gujarat6/5/2026, 12:16:08 PM
ભરૂચ ચિલ્ડ્રન હોમ ખાતે વૃક્ષારોપણ કરાયું:DLSA, CWC અને વન વિભાગનું વિશ્વ પર્યાવરણ દિવસે સંયુક્ત આયોજન
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચના ચિલ્ડ્રન હોમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA), ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ DLSA ના પૂર્ણકાલિન સચિવ પી.પી. મોકાશી, CWC ચેરમેન પીનાકીન કંસારા અને RFO દિવ્યા ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકો સાથે મળીને પંચવટી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શ્રદ્ધાબેન બીનીવાલે, ઋતુભરા ચાઉ, ઇન્ચાર્જ DCPO સુનિલ વસાવા, નરેન્દ્ર વસાવા, વન વિભાગની ટીમ, સ્ટાફ અને બાળકોએ 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. સૌએ વાવેલા વૃક્ષોના સંરક્ષણ અને જતન માટે શપથ પણ લીધા હતા. ચિલ્ડ્રન હોમના બાળકોએ વાવેલા વૃક્ષોની સંભાળ રાખવાની જવાબદારી ખુશીથી સ્વીકારી હતી, જે પર્યાવરણ પ્રત્યે તેમની જાગૃતિ દર્શાવે છે.
Read Original Article →