જનગણના-2027 સ્વ-ગણતરી શરૂ, ભરૂચ CMOની અપીલ:17 થી 31 મે દરમિયાન ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ

Gujarat5/22/2026, 6:15:30 AM
જનગણના-2027 સ્વ-ગણતરી શરૂ, ભરૂચ CMOની અપીલ:17 થી 31 મે દરમિયાન ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી 'જનગણના-2027' અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે શહેરીજનોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે. આ પ્રક્રિયા 17 થી 31 મે દરમિયાન ચાલશે. મુખ્ય અધિકારી અગ્રવાલે જણાવ્યું હતું કે, નાગરિકો 17 થી 31 મે દરમિયાન se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે. આ પ્રક્રિયા મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. આ માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. નોંધણી પૂર્ણ થયા બાદ મળનાર 'SE ID' ભવિષ્યની ગણતરીઓ માટે ઉપયોગી બનશે. તેમણે નાગરિકોને સાચી અને સચોટ માહિતી આપીને રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
Read Original Article →