ભરૂચમાં ચાલુ સેન્ટ્રો કારમાં આગ લાગી:ચાલકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ભરૂચ શહેરના રેલવે ગોદી રોડ પર બપોરના સમયે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રો કાર રેલવે ગોદી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ. જોકે, કાર ચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક વાહનમાંથી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, કારમાં શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું મનાય છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →