ભરૂચના નવેઠા પાસે કાર-બસ વચ્ચે અકસ્માત:GFL કંપનીની બસ નીચે પૂરઝડપે આવતી કાર ઘૂસી ગઈ, ચાલકને ઈજા

Gujarat5/15/2026, 10:36:53 AM
ભરૂચના નવેઠા પાસે કાર-બસ વચ્ચે અકસ્માત:GFL કંપનીની બસ નીચે પૂરઝડપે આવતી કાર ઘૂસી ગઈ, ચાલકને ઈજા
ભરૂચ તાલુકાના નવેઠા ગામ નજીક બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે પોતાની કાર GFL કંપનીની બસ નીચે ઘુસાડી દેતા આ અકસ્માત થયો હતો, જેમાં કાર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાંથી પસાર થતા લોકો અને બસમાં સવાર કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. કાર ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →