ભરૂચમાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ:એરબેગ ખુલતા જાનહાનિ ટળી, બંને મહિલાઓનો આબાદ બચાવ
ભરૂચ નગરપાલિકા નજીક આજે એક કારનો અકસ્માત સર્જાયો હતો. એક મહિલા કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારની એરબેગ્સ તાત્કાલિક ખુલી ગઈ હતી. એરબેગ્સ ખુલવાને કારણે જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે, કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદ કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. જે બાદ તાત્કાલિક એરબેગ ખુલી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →