ભરૂચમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની શોધખોળ માટે મેગા સર્ચ ઓપરેશન:પોલીસે આખી રાત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું, શંકાસ્પદોની તપાસ

Gujarat6/3/2026, 5:22:56 AM
ભરૂચમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની શોધખોળ માટે મેગા સર્ચ ઓપરેશન:પોલીસે આખી રાત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું, શંકાસ્પદોની તપાસ
ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ બાંગ્લાદેશી ઘુસણખોરોની સંભવિત હાજરી અંગે મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લા SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ આખી રાત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી સઘન ચેકિંગ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમના ઓળખપત્રો અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, મજૂરોના વસવાટ વિસ્તારો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ વિશેષ અભિયાન સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો અંગે માહિતી મેળવવાના હેતુથી ચલાવવામાં આવ્યું હતું. જોકે, મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન કોઈની અટકાયત કે અન્ય કાર્યવાહી અંગે પોલીસે સત્તાવાર માહિતી જાહેર કરી નથી. સમગ્ર મામલે હવે પોલીસ તંત્રના અધિકૃત નિવેદન અને સર્ચ ઓપરેશનના પરિણામોની રાહ જોવાઈ રહી છે.
Read Original Article →