ભરૂચમાં બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક:સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા, પોલીસની શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા અપીલ
ભરૂચ શહેરમાં બકરી ઈદના તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28મી મેના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર છે. આ સંદર્ભે ભરૂચ શહેર મદદનીશ પોલીસ અધિકારી સી.કે. પટેલની અધ્યક્ષતામાં એ-ડિવિઝન ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકોની શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો અપાયા હતા. આ સાથે જ, સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરાઈ હતી. આ બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Read Original Article →