ભરૂચમાં 6 ફૂટનો ધામણ સાપ ઝડપાયો:આશુતોષ-1 વિસ્તારના મકાનમાંથી રેસ્ક્યુ કરાયો
ભરૂચ શહેરના આશુતોષ-1 વિસ્તારમાં એક મકાનમાંથી આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઝડપાયો હતો. નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મકાનમાં સાપ દેખાતા મકાન માલિકો અને આસપાસના રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ હિરેન શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાવચેતીપૂર્વક ધામણ સાપને પકડી લીધો હતો. સાપને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે.
Read Original Article →