ભાણેજ ભરૂચ મામાના ઘરે આવ્યો:કબીરવડના વિકાસ માટે ખોદાયેલા ખાડામાં ડૂબતાં મામા- ભાણેજના મોત

Gujarat5/20/2026, 12:00:00 AM
ભાણેજ ભરૂચ મામાના ઘરે આવ્યો:કબીરવડના વિકાસ માટે ખોદાયેલા ખાડામાં ડૂબતાં મામા- ભાણેજના મોત
ભરૂચ ઉનાળા વેકેશન સાથે જ ભરૂચના સુપ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડમાં મામા ભાણેજ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ શહેરના સોન તલાવડી વિસ્તારમાં નર્મદા માર્કેટ લસણવાળા ફળિયામાં 20 વર્ષીય અમિત વાઘેલા રહે છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહયું હોવાથી સુરતના કોસાડ ખાતે રહેતો તેમનો સાત વર્ષીય ભાણેજ રાજ તેમના ઘરે આવ્યો હતો. મામા અને ભાણેજ મંગળવારના રોજ ફરવા માટે કબીરવડ ખાતે ગયાં હતાં. બપોરના એક વાગ્યાના અરસામાં મામા અને ભાણેજ નર્મદા નદીમાં સ્નાન કરી રહયાં હતાં તે સમયે અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. પહેલાં ભાણેજ ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલાં મામા પણ નદીમાં ડૂબી ગયાં હતાં. અન્ય લોકો અને નાવિકોને થતા તેઓએ બચાવ પ્રક્રિયા હાથ ધરવા સાથે લાશ્કરો, તરવૈયાઓને જાણ કરી હતી. પરિવારજનો સહિત માછીમારોના ટોળે ટોળા ભેગા થઈ જવા સાથે નદીમાં લાપતા બનેલા મામા ભાણેજની શોધખોળ હાથ ઘરાય હતી. મોડી સાંજ પડી જવા છતાં ભાણેજ કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થાનિકોએ કબીરવડને વિકસાવા ખોડાયેલા ખાડામાં બન્ને ન્હાતા ન્હાતા ડૂબી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા.
Read Original Article →