સાયબર ક્રાઈમ:ટેલિગ્રામ અને બાઇનાન્સના મારફતે યુએસડીટી ટ્રેડિંગથી 40 લાખની ઠગાઇ

Gujarat6/10/2026, 12:00:00 AM
ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે રૂપિયા 40 લાખના ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મિલન ચંદારાણા મૂળ રહેવાસી ભાવનગર સામે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં ગુનો નોંધાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન ખુલ્યું કે આરોપી ટેલિગ્રામ દ્વારા બાઈનાન્સ એપ્લિકેશનમાં યુએસડીટી પી2પી ટ્રેડિંગ શીખી, સાયબર ફ્રોડથી મળેલા પૈસા ક્રિપ્ટોકરન્સીમાં બદલી ભારતીય ચલણમાં કન્વર્ટ કરતો હતો. તે મિત્રો પાસેથી બેંક એકાઉન્ટ કમિશન પર લઈને ટ્રાન્ઝેક્શન કરતો હતો. પોલીસથી બચવા માટે તે અમદાવાદમાં ભાડાની ગાડીઓ ચલાવી સતત સ્થાન બદલતો હતો. બાતમીના આધારે આ કાર્યવાહી પો.ઇ. આર.સી. વસાવા તથા ટીમ દ્વારા સફળ બનાવાઈ હતી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તરત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરે.
Read Original Article →