ગુપ્ત ભાગે ટ્યુબ નાખી, ઇન્જેક્શનની સોયો ભોંકી:મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો, ટોયલેટનું પાણી પીવડાવ્યું; મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારનું યુવક સાથે અમાનવીય વર્તન

Gujarat4/5/2026, 4:56:23 AM
ગુપ્ત ભાગે ટ્યુબ નાખી, ઇન્જેક્શનની સોયો ભોંકી:મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો, ટોયલેટનું પાણી પીવડાવ્યું; મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારનું યુવક સાથે અમાનવીય વર્તન
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારે યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવાર અમદાવાદથી બંનેનું અપહરણ કરી, યુવક પર પાશવીય અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં 12 સામે નામજોગ અને અન્ય અજાણ્યા શખસો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે . પ્રેમ સંબંધ અને મૈત્રી કરારની પૃષ્ઠભૂમિ ફરિયાદી યુવક (ઉં.વ. 26)એ ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ, તેને ત્રણ વર્ષ અગાઉ એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીના લગ્ન અન્ય જગ્યાએ થયા હોવા છતાં તે યુવતી યુવક સાથે રહેવા માંગતી હતી. જેથી બંનેએ ગત 16/3/2026ના રોજ મૈત્રી કરાર કર્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદના વટવા વિસ્તારમાં આયોજન નગરમાં ભાડે રૂમ રાખીને રહેતા હતા અને નોકરી કરતા હતા. અમદાવાદથી અપહરણ અને લૂંટ ગત તારીખ 2/4/2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને અમદાવાદ ખાતેના તેમના રૂમ પર ધસી આવ્યા હતા. આરોપીઓએ દરવાજો ખોલી અચાનક ધસી આવ્યા અને બંનેને અપશબ્દો બોલવા લાગ્યા હતા. થેલામાં રહેલા રોકડા રૂ. 32,000 અને સોનાના દાગીના તેમજ મોબાઈલ-ડોક્યુમેન્ટ લૂંટી લીધા હતા. ત્યાર બાદ બંનેને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. અમાનવીય અત્યાચારની પરાકાષ્ઠા ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવકને અવાવરૂ જગ્યાએ અને ખેતરમાં લઈ જઈને આરોપી હસમુખ બાબુજી માળી અને અન્ય શખસોએ હ્રદયદ્રાવક અત્યાચાર ગુજાર્યો હતો: યુવકને લોહીલુહાણ હાલત હોસ્પિટલ ખસેડાયો આરોપીઓએ અંતે યુવકને એક ખેતરમાં ફેંકી દીધો હતો. જ્યાં સ્થાનિક લોકોએ 112 અને 108 ને જાણ કરી હતી. જે બાદ હાલ યુવકને લોહીલુહાણ હાલતમાં થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. થરાદ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ બાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચિરાગ પ્રુથ્વીરાજ ચૌધરીને સોંપી છે. આરોપીઓના નામ ------ આ પણ વાંચો થરાદના મોરાલીમાં યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી 3 એપ્રિલે થરાદ તાલુકાના મોરીલા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં મોરીલી ગામના જ યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. અરેરાટીભરી આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… પ્રેમલગ્નની અદાવતમાં યુવતીને વાળ પકડીને ઢસડી, ધોકાથી ફટકારી, તલવારના ઘા ઝીંક્યા 3 અપ્રિલે કડી તાલુકાના કાસ્વા ગામમાં પ્રેમલગ્નની જૂની અદાવત રાખીને એક યુવતી પર તેના જ સગા મોટાબાપા અને અન્ય એક શખસ દ્વારા ધોળા દિવસે જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટના બની હતી. હુમલાખોરોએ યુવતીને વાળ પકડી ઢસડી, લાકડાના ધોકાથી ફટકારી અને ત્યાર બાદ તલવારના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં બે શખસ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →