સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ:સુગમ ગુજરાત ડિજિટલ પોર્ટલથી આવક, જ્ઞાતિના દાખલાથી લઈને રેશનકાર્ડ સહિતની 20 સેવાઓ ઘર બેઠા મળી રહેશે
પાલનપુર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ સરકારે 5 મુખ્ય વિભાગોની 20 જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, સોગંદનામા સહિતની અનેક સેવાઓ હવે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિથી ઘરે બેઠા મેળવી શકાશે. નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેમજ અરજીની સ્થિતિ પણ ઓનલાઇન જાણી શકે છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવસ્થાના અમલથી લાંબી લાઈનો, વારંવાર કચેરીએ ધક્કા અને દસ્તાવેજોની હાર્ડકોપીની ઝંઝટમાં ઘટાડો થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળી રહે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. નાગરિકોને આ પોર્ટલનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટેકનોલોજીના ઉપયોગથી શાસન વ્યવસ્થા વધુ પારદર્શક અને સરળ બની રહી છે. પોર્ટલ પર 20 સેવાઓ 1.આવકનો દાખલો 2.જાતિનો દાખલો (SC/ST) 3.SEBC દાખલો 4.નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર 5.EWS પ્રમાણપત્ર 6.અધિવાસ પ્રમાણપત્ર 7.ખેડૂત પ્રમાણપત્ર 8.વારસાઈ પ્રમાણપત્ર અરજી 9.વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર 10.નવું રેશનકાર્ડ અરજી 11.રેશનકાર્ડમાં નામ ઉમેરવું 12.રેશનકાર્ડમાંથી નામ કમી કરવું 13.રેશનકાર્ડમાં સુધારો 14.ડુપ્લિકેટ રેશનકાર્ડ 15.રેશનકાર્ડ વિભાજન 16.નિરાધાર વિધવા સહાય યોજના 17.તૈયાર સોગંદનામા ડાઉનલોડ 18.ગ્રામ પંચાયત ડિજિટલ સેવા સેતુ સેવાઓ 19.શિષ્યવૃત્તિ અરજી 20.ચલચિત્ર-વીડિયો પરવાના અરજી મોબાઈલ પરથી આ રીતે દાખલો મેળવી શકાય 1. સૌપ્રથમ Digital Gujarat Portal પર જાઓ 2. મોબાઈલ નંબર અને OTPથી લોગિન કરો કે નવું રજીસ્ટ્રેશન કરો 3. “Citizen Services” વિભાગમાં જઈ જરૂરી સેવા પસંદ કરો 4. જરૂરી વિગતો ભરી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો અપલોડ કરો 5. ઓનલાઇન અરજી સબમિટ કરો 6. અરજી નંબર દ્વારા સ્ટેટસ ટ્રેક કરો 7. અરજી મંજૂર થયા બાદ પ્રમાણપત્ર PDF રૂપે ડાઉનલોડ કરી શકાશે.
Read Original Article →