ડેરી પ્રોડક્ટ્સ બનાવતી 3 પેઢીઓ ઉપર દરોડા:ડીસામાંથી લાયસન્સ વગરની ત્રણ પેઢીમાંથી રૂ.8.28 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું
ડીસા શહેરની ત્રણ અલગ-અલગ ડેરી પ્રોડક્ટ્સ બનાવતી પેઢીઓ પર દરોડા પાડી 1444 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પેઢીઓ કોઈપણ માન્ય લાયસન્સ કે પરવાનગી વગર ધમધમતી હતી. સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર, એમ.એલ. ગુર્જર અને કુ. ઇ.એસ. પટેલની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તાસ્વી માર્કેટિંગ (પંચાલ શેરી)માં લાલચંદ અમૃતભાઈ પંચીવાલાની પેઢીમાંથી પરિવાર કાઉ ઘીના નમૂના લઈ 448 કિલો જથ્થો (કિંમત રૂ. 2.68 લાખ), બહુચર ડેરી પ્રોડક્ટ (બનાસ ઇન્ડ. એરિયા)માં નિકુંજભાઈ મોદીની પેઢીમાંથી કવિરાજ કાઉ ઘીનો નમૂનો લેવાયો અને 449 કિલો જથ્થો (કિંમત રૂ. 2.51 લાખ) સીઝ કરાયો. જયવીર માર્કેટિંગમાં રાહુલકુમાર પાવાલાની પેઢીમાંથી શ્રેષ્ઠ કાઉ ઘી અને લુઝ ઘીના સેમ્પલ લેવાયા હતા. અહીંથી 547 કિલો જથ્થો (કિંમત રૂ. 3.08 લાખ) કબજે કરાયો.
Read Original Article →