પાલનપુરમાં બે આખલા બાખડ્યા, વીડિયો વાયરલ:વિસ્તારમાં અફરાતફરી મચી, સોસાયટીના ગેટને નુકસાન
પાલનપુર શહેરના રામનગર વિસ્તારમાં બે આખલાઓ બાખડ્યા હતા. જેથી વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બેકાબૂ બનેલા આખલાઓએ સોસાયટીના મુખ્ય ગેટને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બપોરના સમયે બની હતી, જેના કારણે વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હતી. સદ્દનસીબે, તે સમયે કોઈ વ્યક્તિ બહાર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આખલાઓના આતંકથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ રખડતા ઢોરના પ્રશ્ને તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.
Read Original Article →