પાલનપુર યુવા ભાજપે કુંડા વિતરણ કાર્યક્રમ યોજ્યો:ભાજપ સ્થાપના દિવસે બનાસ ગોળાઈ ખાતે આયોજન

Gujarat4/6/2026, 2:33:11 PM
પાલનપુર યુવા ભાજપે કુંડા વિતરણ કાર્યક્રમ યોજ્યો:ભાજપ સ્થાપના દિવસે બનાસ ગોળાઈ ખાતે આયોજન
પાલનપુર વિધાનસભા યુવા ભાજપ દ્વારા બનાસ ગોળાઈ ખાતે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ, 6 એપ્રિલના રોજ યોજાયો હતો. પક્ષની વિચારધારા અને સેવા ભાવનાને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુવા ભાજપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર શહેર પ્રમુખ જીગર માળી અને જિલ્લા યુવા ભાજપના મંત્રી રમેશ ચૌધરી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →