પાલનપુર નગરપાલિકા પ્રમુખ પદે સુનિતા પટેલ:દશરથસિંહ સોલંકી ઉપપ્રમુખ, પાટીદાર સમાજને મળ્યું સ્થાન
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. સુનિતા પટેલને પ્રમુખ પદ અને દશરથસિંહ સોલંકીને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. આ નિમણૂક દ્વારા પાલનપુર નગરપાલિકામાં પાટીદાર સમાજને સ્થાન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ સુનિતા પટેલ અને દશરથસિંહ સોલંકીને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેડ આપ્યું હતું. સુનિતા પટેલ વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે. તેઓ વોર્ડ નંબર 8માંથી ચૂંટાઈ આવ્યા હતા. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 27 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 12 અને અપક્ષ ઉમેદવારોને 5 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
Read Original Article →