પાલનપુર પાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત:કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. પાલનપુર પાલિકાના વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઝાલાએ પાલનપુર પ્રાંત કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. આમ આદમી પાર્ટી (AAP) તરફથી વોર્ડ નંબર ત્રણમાં દીપકકુમાર વૈષ્ણવે પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું.
Read Original Article →