પાલનપુર સિવિલ OPDમાં દર્દીઓની સંખ્યા 2000 પર પહોંચી:ગરમીના પ્રકોપથી આરોગ્ય પર સીધી અસર, દર્દીઓનો ધસારો વધ્યો
બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, જેની સીધી અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલની OPDમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય રીતે દરરોજ 1300 થી 1400 દર્દીઓ આવતા હોય છે, પરંતુ હાલમાં આ સંખ્યા વધીને 2000 ની આસપાસ પહોંચી ગઈ છે. છેલ્લા ચાર દિવસથી પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં અગનગોળા વરસી રહ્યા છે. આ અતિશય ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમી સંબંધિત બિમારીઓ સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓ મુખ્યત્વે માથાનો દુખાવો, બેચેની, ગભરામણ, ચક્કર આવવા, ઉલટી, ઝાડા અને ક્યારેક કબજિયાત જેવા લક્ષણો સાથે સારવાર માટે આવી રહ્યા છે.
Read Original Article →