પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક ચોરી:લાખોની રોકડ, ચાંદીના વાસણો ચોરાયા; CCTVમાં કેદ

Gujarat5/21/2026, 12:15:14 PM
પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક ચોરી:લાખોની રોકડ, ચાંદીના વાસણો ચોરાયા; CCTVમાં કેદ
બનાસકાંઠાના પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક આવેલા એક મકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ચોરો રોકડ રકમ અને ચાંદીના વાસણો ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરોએ ગણતરીની મિનિટોમાં મકાનને નિશાન બનાવી કિંમતી સામાન પર હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં બે ઈસમો દરવાજા કૂદીને ઘરમાં પ્રવેશ કરતા અને ચોરી કરીને ફરાર થતા સ્પષ્ટ દેખાય છે. ચોરોએ ચાંદીના ગ્લાસ, વાટકી, બોટલ અને ચાંદીના સિક્કા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. મકાન માલિક દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →