RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, અકસ્માત સર્જાયો:પાલનપુરના ચડોતર ઓવરબ્રિજ પર RTOની ગાડીને અકસ્માત નડ્યો
પાલનપુર નજીક ચડોતર ઓવરબ્રિજ ઉપર RTOની ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ગાડીમાં સવાર બે થી ત્રણ RTO કર્મીઓને ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત કર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, RTOની ગાડી ડિવાઈડર સાથે કયા સંજોગોમાં અથડાઈ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે
Read Original Article →