પાલનપુર બ્લીસ બાર સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ:થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 લોકોની અટકાયત કરાઈ

Gujarat5/23/2026, 5:32:03 AM
પાલનપુર બ્લીસ બાર સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ:થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 લોકોની અટકાયત કરાઈ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર આવેલા બ્લીસ બાર સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દરોડો પાડી થાઈલેન્ડની પાંચ યુવતીઓ સહિત કુલ સાત લોકોની અટકાયત કરવામાં આવી છે. આ બ્લીસ બાર સ્પા સેન્ટર હાઈવે પરના એક ખાનગી મોલના ભોંયરામાં પાર્કિંગની જગ્યાએ ચલાવવામાં આવતું હતું. પોલીસને બાતમી મળી હતી કે સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે થાઈલેન્ડની પાંચ યુવતીઓ ઉપરાંત સ્પા સેન્ટર ચલાવતા બે ઈસમોની પણ અટકાયત કરી છે. આ સ્પા સેન્ટર મુંબઈ, ડીસા, પાલનપુર અને ઉનાવાના ઈસમો દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. અટકાયત કરાયેલી થાઈલેન્ડની યુવતીઓને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →