આયુષ્માન આરોગ્ય મંદિરની મંજૂરી:5 ગામોમાં નવા આયુષ્માન આરોગ્ય મંદિર બનશે
પાલનપુર તાલુકાના પાંચ જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રોના સ્થાને હવે નવા આયુષ્માન આરોગ્ય મંદિર બનાવાશે. આશરે રૂ.1.75 કરોડના ખર્ચે થનારા આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. પાલનપુર તાલુકાના ગઢ-1, આંબલીયાળ, ખોડલા, મોટા અને દલવાડા ગામના જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રોના સ્થાને નવા આયુષ્માન આરોગ્ય મંદિર બનાવવાની મંજૂરી આપી છે. કુલ રૂ.1.75 કરોડના ખર્ચે પાંચેય કેન્દ્રોનું નવીનીકરણ થશે, જેમાં દરેક કેન્દ્ર પાછળ અંદાજે રૂ.35 લાખ ખર્ચ કરાશે.પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, ગઢ-1, આંબલીયાળ, ખોડલા અને મોટા પેટા આરોગ્ય કેન્દ્રોનું બાંધકામ 15મા નાણાંપંચ (2025-26) હેઠળ હાથ ધરાશે, જ્યારે દલવાડા પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ વર્ષ 2017-18ના બજેટ અંતર્ગત થશે. હાલમાં તમામ પાંચ પ્રોજેક્ટ અંદાજ લેવલની પ્રક્રિયા હેઠળ છે.જૂના મકાનો તોડવાની મંજૂરી મળ્યા બાદ કામગીરીને વેગ અપાશે અને અંદાજે આઠ મહિનામાં નવા મકાનો તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્વ્યોયો છે. નવા આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
Read Original Article →