બનાસકાંઠામાં આજે મધ્યમ વરસાદની શક્યતા:હડાદ પંથકમાં વાવાઝોડા અને કરા સાથે બે કલાકમાં 21 મિમી વરસાદ

Gujarat6/4/2026, 12:54:57 AM
બનાસકાંઠામાં આજે મધ્યમ વરસાદની શક્યતા:હડાદ પંથકમાં વાવાઝોડા અને કરા સાથે બે કલાકમાં 21 મિમી વરસાદ
બનાસકાંઠા જિલ્લાના હડાદ પંથકમાં બુધવારે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવતા વાવાઝોડા, ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોરે 4 થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન હડાદ વિસ્તારમાં 21 મિમી વરસાદ નોંધાયો હતો. ડીસા શહેરમાં મંગળવારે મોડી રાત્રે 2.4 મિમી વરસાદ નોંધાયો હતો, હતું. હડાદ પંથકમાં વરસાદ સાથે તીવ્ર પવન અને મોટા કદના કરા પડતાં અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યો છે. ખેતરોમાં તૈયાર અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, પાકની કાપણીના સમયગાળા દરમિયાન પડેલા આ વરસાદથી મહેનત પર પાણી ફરી વળવાની સ્થિતિ સર્જાઈ શકે છે. 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગના રિપોર્ટ મુજબ બનાસકાંઠા જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ 5થી 15 મીમી પ્રતિ કલાક થવાની સંભાવના છે. મધ્યમ ગતિના વાવાઝોડા સાથે 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝંઝાવાતી પવન) ફૂંકાઈ શકે છે. આકાશમાંથી જમીન પર વીજળી ત્રાટકવાની 30% થી 60% (મધ્યમ સંભાવના) રહેલી છે. કૃષિ કામગીરી પર સામાન્ય અસર પડી શકે છે. પશુઓ અને નાના મરઘા-બતકા જેવા જીવોને સલામત સ્થળે આશ્રય આપવો. ઉનાળુ બાજરી, મગફળીનો તૈયાર થયેલો પાક અત્યારે લેવાનું ટાળવું. જો થ્રેસરમાં કઢાવી દીધો હોય તો ઓરડામાં ઢાંકીને રાખવો. માર્કેટયાર્ડમાં લઈ જવો નહીં.
Read Original Article →