લક્ષ્મીપુરામાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:કુંવારી દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરી નારીશક્તિનું સન્માન

Gujarat6/5/2026, 12:07:45 PM
લક્ષ્મીપુરામાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:કુંવારી દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરી નારીશક્તિનું સન્માન
પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુંવારી દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી પર્યાવરણ જતન સાથે નારીશક્તિનું સન્માન કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકા પંચાયત લક્ષ્મીપુરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા ડેલિગેટ ડૉ. બ્રીજલ પટેલે દીકરીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવાની પહેલ કરી હતી. આ પ્રસંગે ગામના તલાટી મહેન્દ્રભાઈ, સરપંચ પરશોત્તમભાઈ, આગેવાન વીરજનભાઈ શેઠસાહેબ, રાજીબા વિદ્યાલયના આચાર્ય શારદાબેન, ઉન્નતિબેન, મનીષાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડી સૌને વધુ વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોનું જતન કરવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ સૌના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Read Original Article →