પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા એડવાઈઝરી:ગરમીમાં પશુઓને બપોરે છાંયડે રાખો દિવસમાં ચાર વાર ઠંડુ પાણી પીવડાવો
બનાસકાંઠામાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પશુપાલન અધિકારીઓએ બપોરના તાપમાં પશુઓને ખુલ્લામાં ન રાખવા તેમજ ઠંડક માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં વધારો થતા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા જિલ્લા પશુપાલન વિભાગે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પશુપાલન અધિકારી ડો.મહેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, પશુપાલકોને બપોરના તાપમાં પશુઓને ખુલ્લામાં ન રાખવા અને છાંયડા કે હવા ઉજાસવાળા સ્થળે રાખવાની અપીલ કરી હતી. ગરમીની તીવ્રતા વધુ હોય ત્યારે પશુઓના શરીર પર ભીના કોથળા રાખવાથી રાહત મળે છે. સાથે જ દિવસમાં ત્રણથી ચાર વાર સ્વચ્છ અને ઠંડુ પાણી પીવડાવવું જરૂરી છે. પશુઓના ખોરાકમાં ઘટાડો ન થાય અને દૂધ ઉત્પાદન પર અસર ન પડે તે માટે તેમને વહેલી સવારે અથવા રાત્રે ચરાવવા લઈ જવા તથા મિનરલ મિશ્રણ આપવાની સલાહ આપવામાં આવી હતી. માંદા,અશક્ત પશુઓ માટે પંખા-ફોગર્સ લગાવવા
બનાસકાંઠામાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી પશુપાલન વિભાગે માંદા અને અશક્ત પશુઓ માટે રહેઠાણમાં પંખા કે ફોગર્સની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. જિલ્લામાં આવેલી 70થી વધુ ગૌશાળા અને પાંજરાપોળોને પૂરતું પાણી અને રહેઠાણ સુવિધા જાળવવા આદેશ આપ્યા છે. પશુમાં માંદગીના લક્ષણો જણાય તો તરત દવાખાનાનો સંપર્ક અથવા 1962 હેલ્પલાઈન પર સારવાર લેવા અપીલ કરાઈ છે.
Read Original Article →