કચરો અને ગટરનું ગંદુ પાણી બન્યું મોટું જોખમ‎:ચોમાસાના આડે 20 દિવસ બાકી છતાં મુખ્ય નાળાઓની હજુ સફાઈ થઈ નથી

Gujarat5/24/2026, 12:00:00 AM
કચરો અને ગટરનું ગંદુ પાણી બન્યું મોટું જોખમ‎:ચોમાસાના આડે 20 દિવસ બાકી છતાં મુખ્ય નાળાઓની હજુ સફાઈ થઈ નથી
ચોમાસાના આડે 20 દિવસ બાકી છતાં હજુ પાલનપુર શહેરના મુખ્ય નાળાઓની સફાઈ બાકી છે, શહેરના જુદા જુદા 27 નાળા, 600થી વધારે વરસાદી પાણીની લાઈનની ભૂગર્ભ ચેમ્બરની સફાઈ માટે નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા કામગીરી કરાવાઈ રહી છે. સેનિટેશન શાખાએ ગત વર્ષની ખાનગી એજન્સી પાસે જ ટેન્ડરિંગ પ્રક્રિયા વગર પ્રિમોનસુન અંતર્ગત અંતર્ગત 30 એપ્રિલથી સફાઈ કરાવી રહી છે પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારો હજુ સફાઈ થઈ નથી અને નાળાઓ નર્કાગાર અવસ્થામાં છે. ભાસ્કરે જુદા જુદા બહાર નાળાઓ પર ગ્રાઉન્ડ રિપોર્ટ કરીને પરિસ્થિતિ જાણી હતી. જેમાં સૌથી વધારે કફોડી હાલત લડબી નદીના જુદા જુદા નાળાની જોવા મળી હતી. બનાસ બેંકની પાછળ થોડી આગળ વણઝારા ટેકરા જવાના રસ્તા પર કામગીરી અધુરી છોડી દેવાયેલી જોવા મળી હતી.
Read Original Article →