કામગીરી:પાલનપુર પોલિટેકનિક કોલેજ પાસે મૃત પશુઓનો નિકાલ
પાલનપુરમાં પોલિટેકનિક કોલેજના દરવાજા નજીક કુતરાના મૃતદેહનો નિકાલ કરવામાં આવતાં છાત્રો, સ્ટાફ અને આજુબાજુની સોસાયટીના રહીશોમાં રોષ ઉદ્ભવ્યો છે. મૃતદેહ હટાવી લેવાની માંગ છે. પાલનપુર માલણ દરવાજાથી પોલિટેકનિક કોલેજ માર્ગ ઉપર કોલેજના દરવાજા નજીક દિવાલને અડીને દોરીથી બાંધીને કુતરાનો મૃતદેહ ફેંકી દેવાયો છે. સ્થાનિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, વારંવાર અહિંયા પશુઓના મૃતદેહ ફેંકવામાં આવી રહ્યા છે. આવા શખ્સો સામે કાર્યવાહી કરવા નગરપાલિકામાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્વરિત મૃતદેહ હટાવી લેવામાં આવશે.
Read Original Article →