કાયમી ભરતી અને પગારધોરણ મુદ્દે મંત્રી સાથે ચર્ચા:એસટી કર્મચારીઓનું આંદોલન યથાવત
ગાંધીનગરમાં વાહનવ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘના હોદ્દેદારો સાથે એસટી નિગમના પડતર પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાયમી ભરતી, આઉટસોર્સિંગ બંધ, પગારધોરણ અને અન્ય કર્મચારી હિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મંત્રીના હકારાત્મક વલણ છતાં મહાસંઘે તમામ પ્રશ્નોના ઉકેલ સુધી આંદોલન યથાવત રાખવા નિર્ણય કર્યો હતો. ગાંધીનગરમાં મંગળવારે વાહનવ્યવહાર મંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘના હોદ્દેદારો સાથે એસ.ટી. નિગમના પડતર પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઉટસોર્સિંગ બંધ કરી કાયમી ભરતી, 2000 ડ્રાઈવર-કંડક્ટરની ભરતી પ્રક્રિયા, પગારધોરણ, ભથ્થાં, હાઈકોર્ટના હુકમની અમલવારી, ખાનગી બસ સંચાલન, GPS ખર્ચ, મોંઘવારી એરિયર્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હકારાત્મક વલણ દર્શાવી નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું. સિનિયોરિટી વિવાદનો તાત્કાલિક ઉકેલ લાવો
અશોકભાઇએ જણાવ્યું કે, ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘે હાઈકોર્ટના હુકમ મુજબ વર્ગ-1 માં સિનિયોરિટી વિવાદનો તાત્કાલિક ઉકેલ, 10-20-30 ઉચ્ચતમ પગારધોરણનો અમલ, તેમજ પાર્ટ-2 ભથ્થાંની બાકી ચુકવણી કરવાની માંગ કરી છે. જુલાઈ 2025 અને જાન્યુઆરી 2026ના મોંઘવારી એરિયર્સ ચૂકવવા રજૂઆત કરી છે. ખાનગી બસોનું સંચાલન બંધ કરો
નિગમમાં વોચમેન અને સફાઈ કર્મચારીઓને ખાનગી એજન્સીઓ પાસેથી આઉટસોર્સિંગથી લઈ તેઓનું શોષણ કરાઈ રહ્યું છે, જેથી આ કોન્ટ્રેક્ટ પ્રથા બંધ કરી કાયમી કર્મીઓની ભરતી કરવા. જ્યારે ખાનગી એજન્સીઓ પાસેથી લીધેલી વોલ્વો, એસી બસોને કિલોમીટર દીઠ કરોડો રૂપિયા ચૂકવાતા હોવાથી નિગમને નુકસાન થઈ રહ્યું છે. આ પોલિસી તાત્કાલિક બંધ કરી નિગમ પોતાની માલિકીની વોલ્વો, એસી બસો ખરીદીને સંચાલન પ્રક્રિયા હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
Read Original Article →