બનાસકાંઠા LCBએ જુગાર રમતા પાંચ શખશ ઝડપ્યા:ડીસાના ઝેરડા ગામમાં ગંજીપાથી પૈસાની હારજીતનો જુગાર રમતા હતા, ₹21,830નો મુદ્દામાલ જપ્ત કરાયો

Gujarat6/6/2026, 3:26:33 PM
બનાસકાંઠા LCBએ જુગાર રમતા પાંચ શખશ ઝડપ્યા:ડીસાના ઝેરડા ગામમાં ગંજીપાથી પૈસાની હારજીતનો જુગાર રમતા હતા, ₹21,830નો મુદ્દામાલ જપ્ત કરાયો
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડીસા તાલુકાના ઝેરડા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા ₹16,330 અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹21,830 જપ્ત કર્યો છે. LCB દ્વારા દારૂ અને જુગારબંધી માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. LCB ટીમના પોલીસ કોન્સ્ટેબલ કાનસિંહ, જયપાલસિંહ અને મુકેશભાઈને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે ઝેરડા ગામના કેદારનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાછળની બાવળોની ઝાડીમાં ખુલ્લી જગ્યા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અજયભાઈ રેવાભાઈ, બળવંતભાઈ વેલાજી, કાનજી રેવાજી, રમેશભાઈ રેવાભાઈ અને મુકેશભાઈ બીજોલભાઈનો સમાવેશ થાય છે. આ તમામ કેદારનગર, ઝેરડા, ડીસાના રહેવાસી છે. પોલીસે રેઈડ દરમિયાન રોકડા ₹16,330 સહિત કુલ ₹21,830નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →