રીંછનું રેસ્ક્યૂ કરાયું:જગાણા ગામમાં દેખાયેલા રીંછનું રેસ્ક્યૂ કરાયું‎

Gujarat5/12/2026, 1:10:57 AM
રીંછનું રેસ્ક્યૂ કરાયું:જગાણા ગામમાં દેખાયેલા રીંછનું રેસ્ક્યૂ કરાયું‎
બાલારામ અંબાજી વન્ય અભ્યારણ અને જેસોર રીંછ અભ્યારણથી પાણીની શોધમાં જંગલ વિસ્તારમાંથી બહાર નીકળી ગયેલું એક રીંછ રવિવારે રાત્રે વડગામ તાલુકાના બસુ ગામ સુધી પહોંચી ગયું હતું. જંગલથી તદ્દન વિરુદ્ધ દિશામાં પહોંચી ગયેલા રીંછે બસુની ગલીઓમાં આંટા ફેરા માર્યા બાદ ફરી ઉમરદશી નદીની વાટે વાટે જગાણાના કે.કે. દેસાઈના ખેતરમાં પહોંચી ગયું હતું. સવારે રીંછને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન એક મહિલા શ્રમિકના હાથ પર રીંછનો પંજો પણ લાગ્યો હતો.ઘટનાની જાણ થતાં જ થોડા જ સમયમાં વન વિભાગની ટીમો જગાણા બનાસ ડેરી નજીક આવેલા ખેતર વિસ્તારમાં પહોંચી ગઈ હતી. વિશેષ રેસ્ક્યૂ શરૂ કર્યું હતું.રીંછ ક્યાં છુપાયેલું છે તેની માહિતી મેળવવા માટે વારંવાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
Read Original Article →